નવી દિલ્હી: પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે શિવસેના જોઈન કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી જોઈન કરી હોવાની જાહેરાત કરી. તેમણે તેમને પ્રાથમિક સદસ્યતા પણ અપાવી. પ્રિયંકાએ શિવસેના જોઈન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, 'શિવેસનામાં સામેલ થતા અગાઉ મેં તેના ઉપર ઘણું વિચાર્યું છે. મેં મહિલાઓના સન્માન માટે કોંગ્રેસ છોડી. ટિકિટ માટે પાર્ટી છોડી નથી. કોંગ્રેસે મારું ક્યારેય સન્માન કર્યું નથી. તેમણે કહ્યું કે મેં મથુરાથી ટિકિટ માંગી નથી. ગેરવર્તણૂંકથી નારાજ થઈને પાર્ટી છોડી છે.'


કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા પ્રિયંકા ચતુર્વેદી, ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત


આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે પ્રિયંકા ચતુર્વેદી આજે શિવસેનામાં જોડાશે. અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના મીડિયા સેલના સંયોજક પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાના રાજીનામા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોકલાવ્યાં હતાં. 


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...